Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના(Dr.Babasaheb Ambedkar) મહાપરિનિર્વાણ દિને ભરૂચ (Bharuch)શહેરમાં વિવિધ સંસ્થાઓ તરકથી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો (Political parties)વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોએ આંબેડકરને પુલારણ પણ કરી તેઓના મહાપરીનિર્વાણ દિનને તેઓને યાદ કર્યા હતા. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકીય પક્ષોએ પુષ્પમાળા અર્પણ ઘડવૈયા
ડો બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકરના(Dr.Babasaheb Ambedkar) મહાપરિનિર્વાણ દિને ભરૂચ (Bharuch)શહેરમાં વિવિધ સંસ્થાઓ તરકથી તેમને શ્રધ્ધાસુમન અર્પણ કરાયાં હતાં. જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ રાજકીય પક્ષો (Political parties)વિવિધ સંગઠનો અને મોટી સંખ્યામાં લોકોએ આંબેડકરને પુલારણ પણ કરી તેઓના મહાપરીનિર્વાણ દિનને તેઓને યાદ કર્યા હતા. 
બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને રાજકીય પક્ષોએ પુષ્પમાળા અર્પણ 
ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ૧૪ એપ્રિલ ૧૮૯૧માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ  આંબેડકરનો જન્મ થયો.તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો.ડૉ. બાબાસાહેબ આંબેડકર બહુમતી પ્રતિભા ધરાવતા ભારતીય નેતાઓમાં શિરમોર છે. એમનું એવું સ્પષ્ટ માનવું હતું કે ભારતની લોકશાહીને મજબુત કરવી હશે.તો વૈશ્વિક સ્તર પર એક આદર્શ અને પરિપક્વ લોકશાહી તરીકે પ્રસ્તુત કરવી હશે તો આપણને સમર્પિત રાજકીય નેતાઓ ની જરૂર પડશે. તેવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના નિર્વાણ દિન નિમિત્તે ભરૂચ જિલ્લા  ભાજપ દ્વારા ભરૂચના સ્ટેશન ખાતે આવેલા બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી.
ભારતરાષ્ટ્ર નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનાં 66 મહાપરિનિર્વાણ નિમિત્તે બામસેફ- ઈન્સાફ - બી.એમ.જી.દ્વારા સંકલ્પ પુષ્પાંજલિ કાર્યક્રમમાં મોહનભાઈ પરમાર રાષ્ટ્રીય અધ્યક્ષ ઈન્સાફ, મા.બહેચરભાઈ રાઠોડ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, બામસેફ ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને ફુલહાર અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કરેલા કામોને યાદ કરી તેઓએ આપેલા અધિકારોને પણ બિરદાવ્યા હતા
મહાપરીનિર્વાણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા 
ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને તેઓના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી જેમાં ભાજપના ભરૂચ વિધાનસભાના વર્તમાન ઉમેદવાર રમેશ મિસ્ત્રી, પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, અરુણસિંહ રાણા ,નીરલ પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહિત કાર્યકરો ઉપસ્થિત રહી પુષ્પમાળા અર્પણ કરી બાબાસાહેબ અમર રહો ના નારા લગાવ્યા હતા. અને તેઓને યાદ કર્યા હતા. ૬ ડિસેમ્બરે સમગ્ર દિવસ દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના મહાપરીનિર્વાણ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો પણ કરાયા હતા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.